1066

Hepatitis

Published On February 18, 2025

હિપેટાઇટિસ એટલે કે લિવરમાં સોજો. મોટાભાગે ઘણા પ્રકારનાં વાયરસ હોય છે જેવા કે A , B , C , D , E વગેરે. હિપેટાઇટિસ A અને E મુખ્યત્વે દુષિત ખાણી-પીણી ને કારણે થાય છે જે એક-બે અઠવાડિયા માં ઠીક થઇ શકે છે.

હિપેટાઇટિસ ના લક્ષણો

હિપેટાઇટિસ બે રીતે થાય છે

1 ) એક્યુટ : જે હાલ સપ્તાહ માં જ શરૂ થઇ છે. (લિવર માં સોજો)

2) ક્રોનિક હિપેટાઇટિસ : જેમાં છ મહિનાથી વધારે સમય લિવર માં સોજો હોય છે.

એક્યુટ હિપેટાઇટિસ માં હંમેશા હિપેટાઇટિસ A, E અને B વાયરસથી લિવર માં સંક્રમણ થી થાય છે.

તેના મુખ્ય લક્ષણ છે

  • ભૂખ ન લાગવી , થાક લાગવો , જીણો તાવ, ઉલટી થવી, પેટ માં જમણી બાજુ ઉપર નાં ભાગ માં દુખાવો થવો , પેશાબ નું તથા આંખોનો રંગ પીળો થઇ જવો વગેરે.
  • આ રોગ એક થી બે સપ્તાહ માં હંમેશા મટી જાય છે. પરંતુ 1-2% રોગીઓમાં આનાથી લિવર – ફેલિયર નામનો ખાતરનાખ રોગ થઇ શકે છે, જે જીવલેણ પણ હોઈ શકે છે. આ રોગ દરમિયાન તમારે આરામ કરવો જોઈએ તથા તેલ (ચરબી) વગરનો આહાર લેવો જોઈએ.
  • હિપેટાઇટિસ B અને C વાયરસ વધારે જોખમકારક છે કારણ કે આના દ્વારા લિવર કાયમનાં માટે ખરાબ થઇ શકે છે , જેને સિરોસીસ ઓફલિવર રોગ કહેવામાં આવે છે. જે આગળ જતા લિવર કેન્સર માં પણ રૂપાંતર થઇ શકે છે , જે જીવલેણ હોઈ શકે છે.
  • ગુજરાતમાં દર 100 લોકો માંથી એક વ્યક્તિ હિપેટાઇટિસ C વાયરસ થી અને 100 માંથી 3 વ્યક્તિ હિપેટાઇટિસ B વાયરસ થી સંક્રમિત છે.ભારત માં દર વર્ષે લાખો વ્યક્તિઓ આ રોગ થી મૃત્યુ નો શિકાર બને છે.આ વર્ષે આખી દુનિયામાં પહેલી વખત આ અવાજ ઉઠી છે કે આ દુનિયા ને સાલ 2030 સુધી માં હિપેટાઇટિસ થી મુક્ત કરી દેવો છે.
  • હિપેટાઇટિસ C વાયરસ ને નષ્ટ કરવા માટે હવે બહુજ પ્રભાવી દવાઓ ઉપલબ્ધ છે, તે સારવાર ના પછી અંદાજે 90% થી પણ વધારે રોગી વાયરસ મુક્ત કરી શકાય છે. જે તે એક બહુ જ લાંબી ઉપલબ્ધી છે. હિપેટાઇટિસ B રોગનો એક મોટો ઉપચાર માટે પ્રભાવી રસી ઉપલબ્ધ છે, જેને કદાચ નવજાત બાળક ને લગાવામાં આવે તો તેને હિપેટાઇટિસ B રોગ થી બચાવી શકાય.
  • અફસોસ ની વાત એ છે કે ભારત માં અંદાજે 90% લોકો જે હિપેટાઇટિસ B અને C થી જે સંક્રમિત છે, તેઓ ખુદ ને પણ આ વાયરસ ની જાણ નથી અને આ અજાણી રીતે લોકો આ વાયરસ ને બીજામાં ફેલાવામાં મદદ કરી રહ્યા છે.

આપણે શું કરવું જોઈએ ?

  • સમાજમાં આ વાયરસ પ્રત્યે જાગૃતિ લાવીને આ રોગોથી પીડિત સમસ્ત રોગીઓની તાપસ કરાવી જોઈએ , તેઓને એ સમજાવવા જોઈએ કે આ રોગ નો ઈલાજ સરળ અને સંભવ છે.
  • ગર્ભવતી માતાઓની ગર્ભવિલ્ય। માં તાપસ કરવી જોઈએ અને જો તે સંક્રમિત હોય તો તેની સારવાર કરાવી જોઈએ જેથી નવજાત બાળક ને હિપેટાઇટિસ B થી બચાવી શકાય છે. સમસ્ત નવજાત બાળકોને હિપેટાઇટિસ B ની રસી જલ્દી લગાવી દેવી જોઈએ.
  • સરકાર ઉપર આ જીવલેણ રોગની તાપસ તથા સારવાર ના માટે ધન ઉપલબ્ધ કરવા માટે દબાણ કરવો જોઈએ.
  • જો તમે કદી લોહી , પ્લાઝ્મા , પ્લેટલેટ વગેરે ચઢાવ્યું હોય તો તમારે તમારું હિપેટાઈસિસ B અને C રોગના માટે તાપસ કરી લેવી જોઈએ.
  • હિપેટાઇટિસ B રોગ પતિ-પત્ની માં એક બીજા માં પણ ફેલાઈ શકે છે, જેને રસીકરણ થી રોકી શકાય છે.
  • સેક્સ વર્કર્સ થી દૂર રહેવું જોઈએ.
  • નશીલી દાવાઓથી દૂર રહેવું જોઈએ.
  • હંમેશા ડીસોપોઝેબલ સોઈ/ઈન્જેકશન નો જ વપરાશ કરવો જોઈએ.અને જો તેને કદી પહેલા કમળો થયો હોય તો તમારે તમારી લોહી ની તાપસ કરાવી જોઈએ.
  • SGPT :- જો આ SGPT નો રિપોર્ટ વધારે થતો હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
  • સ્વયં-સેવી સંસ્થાઓને આગળ આવીને હિપેટાઇટિસ B જેવા રોગોને 2030 સુધી માં દુનિયામાંથી નાબુત કરવામાં મદદ કરવી જોઈએ.

Could not find the what you are looking for? 

Request a Callback

Image
Image
Request A Call Back
Request Type
Image
Doctor
Book Appointment
Book Appt.
View Book Appointment
Image
Hospitals
Find Hospital
Hospitals
View Find Hospital
Image
health-checkup
Book Health Checkup
Health Checkup
View Book Health Checkup
Image
Doctor
Book Appointment
Book Appt.
View Book Appointment
Image
Hospitals
Find Hospital
Hospitals
View Find Hospital
Image
health-checkup
Book Health Checkup
Health Checkup
View Book Health Checkup