Follow Us on Social Media:

APOLLO LIFELINE  International: +91-840 180 1066

શું આપ કોવિડ-19માંથી સ્વસ્થ થયા છો? – એપોલો હોસ્પિટલ અહમદાબાદ

COVID-19 Apollo Hospitals Ahmedabad

તમારા સુરક્ષા કવચને દૂર ન થવાદો.

કોવિડ-19 મહામારી શરૂ થયાને હજુ થોડો સમય થયો છે, લોકો ધીમેધઈમે આ મહામારી સાથે કામ પાર પાડવા વિવિધ માર્ગો શીખી રહ્યા છે – પ્રિવેન્શન અને રિકવરી એમ બંને રીતે. એ જાણીતી હકીકત છે કે વાયરસ કે જેનાથી કોવિડ-19 રોગ થાય છે એ વાયરસ એકવાર આપણા શરીરમાં પ્રવેશે પછી તે આઈસોલેટ રહેતો નથી અને માત્ર શ્વસન પ્રણાલી પર જ હુમલો કરતો નથી પણ તે વ્યક્તિના મગજ, હૃદય, કિડની અને પાચન પ્રણાલી સહિતના અન્ય અંગો પર પણ હુમલો કરે છે.

 

જામામાં પ્રસિદ્ધ અભ્યાસ દર્શાવે છે કે 87 ટકાથી વધુ દર્દીઓ કે જેઓ કોવિડ-19માંથી રિકવર થયા છે તેમને ડિસ્પોનિયા (શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા ખૂબ પ્રયાસ કરવો પડે) જોવા મળે છે અને કેટલાક પ્રકારના થાકનો અનુભવ થાય એવા લક્ષણો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના બે મહિના પછી પણ જોવા મળે છે.

 

જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસીએશન (જામા)માં પ્રકાશિત અને ઈટાલીમાં થયેલા સંશોધનમાં જણાવાયું છે કે કોવિડ-19ના કેટલાક ખાસ લક્ષણો નેગેટિવ ટેસ્ટ પછી પણ જોવા મળી શકે છે. જામામાં પ્રસિદ્ધ અભ્યાસ દર્શાવે છે કે 87 ટકાથી વધુ દર્દીઓ કે જેઓ કોવિડ-19માંથી રિકવર થયા છે તેમને ડિસ્પોનિયા (શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા ખૂબ પ્રયાસ કરવો પડે) જોવા મળે છે અને કેટલાક પ્રકારના થાકનો અનુભવ થાય એવા લક્ષણો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના બે મહિના પછી પણ જોવા મળે છે.

કોવિડ-19 ઇન્ફેક્શનની લાંબા ગાળાની આડઅસરો રહી શકે છે

 

એવા કેટલાક દર્દીઓ કે જેઓ સાજા થયા છે તેમને ઓછા ઓક્સિજન સેચ્યુરેશન લેવલ્સ સાથે ફરી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે, ઘણીવાર તો આવું તેમને રજા મળ્યાના થોડા દિવસો બાદ જ બને છે. આવા દર્દીઓને હોસ્પિટલમાં ઓછામાં ઓછા 10 દિવસ વધુ રહેવું પડે છે અને તેઓને રિકવરીના ચિહ્નો જોવા મળ્યા પછી જ રજા આપવામાં આવે છે. મોટાભાગના આવા દર્દીઓ ફેફસાંના રોગોની સંપૂર્ણ તકલીફ સાથે હોસ્પિટલમાં પરત આવે છે – જેમકે ફાઈબ્રોસિસ (ફેફસાં ઈજામાંથી સ્વસ્થ થાય એટલે કઠણ ફાઈબ્રોસ ટિસ્યુસનો વિકાસ) થી લઈને ન્યુમોનિયા સહિતના સેકન્ડરી ઈન્ફેક્શન્સ સામેલ હોય છે.

એવું પણ જોવા મળ્યું છે કે કોવિડ-19માંથી સાજા થયા પછી, કેટલાક દર્દીઓ હૃદયની ધીમી કામગીરી, હાર્ટ એટેક કે સ્ટ્રોકની પણ ફરિયાદ સાથે હેલ્થકેર સુવિધામાં પરત આવે છે.

આ વાયરસ, આપણી રક્તવાહિનીઓને પંક્તિબદ્ધ એવા એન્ડોથેલિયલ કોષો પર હુમલો કરે છે, તેના કારણે આપણા શરીરમાં વધારાના લોહીના ગઠ્ઠા સર્જાય છે. આજે આપણા દેશમાં નવ મહિનાથી વધુ સમયથી સંક્મણ છે, ત્યારે કોવિડ-19 પછીના રિહેબિલિટેશન અંગે ધ્યાન આપવાની તાતી જરૂર છે.

પોસ્ટ કોવિડ-19 સિન્ડ્રોમ

કોવિડ-19ના લાંબા અને ટૂંકાગાળાના પરિણામો છે જેને હવે ‘પોસ્ટ કોવિડ-19 સિન્ડ્રોમ’ તરીકે ઓળખવામાં આવે છે.

આનો અર્થ એ છે કે કોવિડ-19નો એક્યુટ ફેઝ સમાપ્ત થયા પછી, દર્દીઓ ગળામાં બળતરા, થાક અને શારીરિક પીડા જેવી ફરિયાદો સાથે રિકવરીના 4-6 સપ્તાહમાં જ ફરી હોસ્પિટલમાં આવે છે. દર્દીઓમાં કેટલાક માનસિક તણાવ જેમકે ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે.

કોવિડ-19 સિન્ડ્રોમના લક્ષણો

 

પોસ્ટ કોવિડ-19 સિન્ડ્રોમના લક્ષણોમાં સામેલ છે:

 

  • લાંબો સમય થાક
  • ઉબકા આવવા
  • સતત ઝાડા
  • અસામાન્ય હૃદયના ધબકારા
  • પાચક કોષો અને ઝડપથી વજનમાં ઘટાડો
  • ગંધ અને સ્વાદની અનુભૂતિ નથવી સહિત ભૂખ ન લાગવી
  • સ્નાયુમાં નબળાઈ
  • મગજમાં હળવાથી ગંભીર સોજો
  • ઊંઘની પેટર્નમાં ખલેલ
  • કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો
  • માનસિક અસરો જેમકે ઈન્સોમ્નિયા, ડિપ્રેશન વગેરે

આવા કેસો પર દેખરેખ રાખવી અત્યંત મહત્વનું છે અને સાથે યોગ્ય રિહેબિલિટેશન પ્લાન રજા આપ્યા પછી જરૂરી છે જેથી દર્દીઓના સ્વાસ્થ્ય પર સમયાંતરે ઈન્ટરવેન્શન દ્વારા દેખરેખ રાખી શકાય.

જો તમે કોવિડ-19 સર્વાઈવર્સ છો તો સલાહભર્યા એસેસમેન્ટઃ

 

ઈન્ફેક્શિયસ ડિસીસ (આઈડી) સ્પેશિયાલિસ્ટ જો તમે કોવિડ-19 સર્વાઈવર્સ છો તો નીચેના એસેસમેન્ટસની ભલામણ કરે છેઃ

 

  • રજા મળ્યાના પ્રથમ સપ્તાહ દરમિયાન સારવાર કરનાર ડોક્ટર સાથે ફોલોઅપ કન્સલ્ટેશન લો.
  • લોહીની તપાસ જેમકે સીઆરપી, સીબીસી પ્રથમ ફોલોઅપ તરીકે કરાવો અને પછીના ફોલોઅપ્સ, જો તમારા સારવાર કરતા ડોક્ટરની સલાહ આપે તો કરાવો.
  • દરરોજ ઓક્સિજન સેચ્યુરેશન તપાસો, જે રૂમની હવામાં >94ટકા રહેવું જોઈએ
  • શ્વસન સંબંધિત લક્ષણોને ચકાસો, જેમકે સતત કે વધુ પ્રમાણમાં કફ અને શ્વાસ લેવામાં તકલીફ.
  • શરીરનું તાપમાન સતત વધે (100 ફેરનહીટથી વધુ)
  • બ્લડ સુગર નિયમિત રીતે મોનિટર કરો (જેમને ડાયાબિટિસ છે એવા દર્દીઓ). કોવિડ-19 ચેપ, અન્ય કોઈપણ વાઈરલ ઈન્ફેક્શનની જેમ બ્લડ સુગર લેવલ તમારા શરીરમાં વધારી દે છે. ડાયાબિટીસના દર્દીઓએ ત્રણ દિવસમાં એક વાર અચૂક બ્લડ સુગર મોનિટર કરવું જોઈએ અને તમારા ડોક્ટર સાથે નિયમિત કન્સલ્ટેશન અનિવાર્ય છે.
  • બ્લડ પ્રેશર નિયમિત રીતે મોનિટર કરવું આવશ્યક છે (જેમને હાયપરટેન્સન છે એવા દર્દીઓ) જેથી હાયપરટેન્શન સંબંધિત કોમ્પ્લિકેશન્સથી દૂર રહી શકાય. દર સપ્તાહે બ્લડ પ્રેશર તપાસવું હાયપર ટેન્શન અંકુશમાં હોય ત્યારે પણ આવશ્યક છે અથવા અસામાન્ય રિડિંગના કિસ્સા વધુ વખતચકાસવું અનિવાર્ય છે.
  • ડ્રાંઉઝીનેસ અવસ્થા, સુસ્તી અને સંવેદનાઓમાં ફેરફાર પર નજર રાખો.
  • ત્રણ મહિના પછી ફરી એચઆરસીટી(HRCT)સ્કેન (છાતીનો સીટી સ્કેન) કરાવો કે જેથી ચેપ પછી ફેફસાંની રિકવરી કેટલા પ્રમાણમાં છે જોઈ શકાય.

સેકન્ડરી કોમ્પ્લિકેશન્સ જેમકે પલ્મોનરી એમ્બોલિઝમ, પલ્મોનરી ફાઈબ્રોસિસ, કોએગ્યુલોપેથી (વધુ પડતું બ્લીડીંગ કે ક્લોટીંગ), રિનલ(કિડની) ફેઈલ્યોર, એક્યુટ સ્ટ્રોક, લિવક ડિસફંકશન અને હાર્ટ એટેક કોવિડ-19માંથી સ્વસ્થ થયા પછી અત્યંત સામાન્ય છે.

કન્કલુઝન

યાદ રાખો, પોસ્ટ કોવિડ-19 સિન્ડ્રોમમા યોગ્ય ક્લિનીકલ એસેસમેન્ટ, સાયકોલોજિકલ ઈન્ટરવેન્શન અને કોમ્પ્રિહેન્સિવ રિહેબિલિટેટિવ કેર દ્વારા સારવાર થવી જરૂરી છે. દર્દીને મદદ કરવાનું પ્રથમ કદમ ચેપની રહી ગયેલી અસરનું ક્લિનીકલી મૂલ્યાંકન ઈન્ફેક્શિયસ ડિસીસ સ્પેશિયાલિસ્ટ દ્વારા સમર્પિત પોસ્ટ-કોવિડ-19 આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવે.

 

શારીરિક રિહેબિલિટેશન મોબિલીટી, સ્નાયુની નબળાઈ અને કસરતની અંગે સહનશક્તિમાં વધારા/ઘટાડામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, સાયકોલોજિકલ ઈવેલ્યુએશન પણ પીટીએસડી (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર)નો સામનો કરવામાં અગત્યનો ભાગ ગંભીર કોવિડ 19 ચેપની સામે લડાઈ લડનારા અને લાંબો સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેલા લોકોમાં ભજવે છે. આ ક્ષેત્રોમાં લક્ષ આપવાથી કોવિડ-19માંથી બહાર આવેલા લોકોમાં લાંબા ગાળાના અને ટૂંકાગાળાના એમ બંને પ્રકારના કોમ્પ્લિકેશન્સના નિદાન અને ઈલાજમાં મદદરૂપ થઈ શકે છે.

Call Us Now08069991037 Book ProHealth Book Appointment

Request A Call Back

Close