Follow Us on Social Media:

APOLLO LIFELINE  International: +91-840 180 1066

કોવિડ-19 પછીની સંભાળ-સ્વસ્થ થયા પછી તમારે શું ધ્યાન રાખવું?

Covid-19 Ahmedabad

ચીનમાં પ્રથમવાર કોવિડ-19નો કેસ આવ્યો ત્યારથી 9 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. ત્યારપછીથી એ સ્થાપિત થઈ ચૂક્યું છે કે આ ઘાતક રોગ આપણા સમગ્ર શરીર પર હુમલો કરે છે. કોવિડ-19 એ એક નવો રોગ હોવાથી અને સામાન્ય રીતે થતા વાયરલ તાવ કરતાં ઘણો જ અલગ રોગ હોવાથી તેના માટેના પૂરતા પ્રમાણમાં સંશોધન અભ્યાસો ઉપલબ્ધ નથી કે જેનાથી આ મહામારીની લાંબા ગાળાની અસરો વિશે ચોક્કસપણે જાણી શકાય.

કોઈ વ્યક્તિ કે જેને કોવિડ-19 રોગ થાય છે, તેના માટે સ્વસ્થ સુધીનો માર્ગ ઘણો લાંબો હોય છે. આ લોકોને માત્ર શ્વાસની તકલીફનો, થાક કે કોવિડ-19ના કારણે અન્ય શારીરિક અસરોનો જ સામનો કરવાનો હોતો નથી પરંતુ તેમણે આ રોગની મનોવૈજ્ઞાનિક અસર સાથે પણ કામ પાર પાડવું પડે છે. અમેરિકન સાયકોલોજીકલ એસોસીએશન (એપીએ)નો અભ્યાસ કે જે લાન્સેટ ન્યુરોલોજીમાં જુલાઈ 2020માં પ્રકાશિત થયો છે તેમજ અન્ય એક અભ્યાસ લાન્સેટ સાઈકિયાચ્રરી જૂન 2020માં પ્રસિદ્ધ થયો છે, તેના અનુસાર, જેમને હળવાથી મધ્યમ પ્રકારના કોવિડ-19ના લક્ષણો રહ્યા છે તેમણે આ રોગ દૂર થયા પછી માનસિક રીતે થતા શરીરનાં ફેરફારોનો સામનો કરવો પડી શકે છે.

માથું દુઃખવું અને ચક્કર આવવા ઉપરાંત કેટલીક ઉદ્દભવીત ક્ષમતાઓ જેમકે ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતામાં ઘટાડો, ઓળખ કે યાદશક્તિ સંબંધિત ક્ષમતા તેમજ બ્રેઈન ફોગ (સ્પષ્ટ વિચારક્ષમતા)ને લગતી સમસ્યા પણ થઈ શકે છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના કહેવા પ્રમાણે આવી તકલીફો સમયની સાથે (થોડા સપ્તાહો અથવા ક્યારેક થોડા મહિનાઓમાં) તમે જેમ જેમ સ્વસ્થ થવા લાગો એટલે દૂર થઈ શકે છે પરંતુ કેટલાક લોકો માટે આ મુશ્કેલીઓ લાંબા સમય સુધી યથાવત્ રહી શકે છે. આવી મુશ્કેલીઓથી તમારી રોજિંદી પ્રવૃતિઓ પર, વ્યવસાયિક જીવન અને સંબંધો પર જેમ જેમ તમે સ્વસ્થ થતા જાઓ તેમ તેમ પણ અસર યથાવત્ રહી શકે છે. આથી, તમારે અને તમારા પરિવારજનોએ આ મુશ્કેલીઓને ગંભીરતાથી લેવી જોઈએ.

WHOની સલાહ છે કે તમારા પરિવાર અને પ્રિયજનો સહિત તમે આવી યાદશક્તિ, ધ્યાન કેન્દ્રીત કરવા અને સ્પષ્ટ રીતે વિચારવા સંબંધિત મુશ્કેલીઓને ઓળખો અને તેને મેનેજ કરવા માટે નીચે આપેલી વ્યૂહનીતિઓ અપનાવો.

1. સારી ઊંઘ લો

જો તમે હોસ્પિટલમાં દાખલ છો કે કોવિડ-19ના ચેપની સૌથી વધુ અસર તમને રહી હતી તો તમારી ઊંઘમાં ખલેલ અને પ્રતિકૂળતા આવી શકે છે. ઊંઘ સિર્કેડિયન રિધમથી નિયમિત બને છે અને સારી ઊંઘ લેવાથી તમારા મૂડ પણ સારો રહેશે. સ્વસ્થ ઊંઘ માટેનો માહોલ સર્જો અને સૂવાની અને જાગવાની સાઈકલને નિયમિત કરો.આનાથી તમને સારો સેન્સ ઓફ કંટ્રોલ પ્રાપ્ત થઈ શકે છે.

2. વ્યવસ્થિત ખોરાક લો

તમારા રિકવરીના સમયમાં આરોગ્યપ્રદ આહારને અનુસરો. આનાથી તમારા શરીરે ગુમાવેલા પોષક દ્રવ્યો ફરી પ્રાપ્ત કરી શકાશે. સારા રિકવરી ડાયેટને વળગી રહેવું તમારી સમગ્રપણે સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. સારા રિકવરી ડાયેટથી તમારા મૂડ પર હકારાત્મક અસર પણ પડે છે. ખનીજ, વિટામિન્સ, ડાયેટરી ફાઈબર તથા એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર ભોજનથી તમારા શરીરના હોર્મોનલ ફંક્શનને નિયમિત કરવામાં પણ મદદ મળે છે. આનાથી મૂડમાં થતા બદલાવની સમસ્યાને દૂર કરી શકાશે જેથી તમારા માનસિક સ્વાસ્થ્યને સમગ્રપણે રક્ષણ મળે છે.

3. શારીરિક વ્યાયામ શરૂ કરો

જો તમે શ્વાસની કે થાકની સમસ્યાથી ગ્રસ્ત છો તો કસરત તમારા માટે પડકાર બની શકે છે. જો કે, સરળતાથી અને ક્રમશઃ વ્યાયામથી તમે રોજિંદા જીવનમાં પરત જઈ શકો છો અને તેનાથી તમે વધુ મજબૂત –શારીરિક અને માનસિક એમ બંને રીતે મજબૂત બનશો.

4. મગજની કસરત કરો

નવા શોખ શરૂ કરો કે એવી પ્રવૃતિઓ શરૂ કરો કે જે તમારા દિમાગને સચેત કરે. આવી પ્રવૃતિઓ કે શોખમાં વાંચન, શબ્દ રમત, કોયડા, આંકડાની રમત અને યાદશક્તિ સંબંધિત કસરતો સામેલ છે. કેટલીક સરળ એવી કસરતોથી શરૂઆત કરો અને પછી ક્રમશઃ તમારી તીવ્રતા વધારવા માટે ખુદને પડકાર આપતા રહો.

5. તમારી અપેક્ષાઓને એડજસ્ટ કરો

બીમારી થયા પછી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રીત કરવા સંબંધિત તકલીફોનો સામનો કરવાનો આવે એ એકદમ સ્વાભાવિક છે અને તેથી તમે અગાઉની જેવી સ્થિતિમાં તરત પરત ન આવ્યા હો તો તેનાથી હતોત્સાહિત ન થાઓ. તમે પૂરતો સમય લો, તમારા શરીર અને મગજને સ્વસ્થ થવાની તક આપો.

6. ખુદને સજ્જ કરો

ખુદને નોંધ, યાદીઓ, રીમાઈન્ડર્સ અને એલાર્મ્સથી સજ્જ કરો કે જેથી બ્રેઈન ફોગના કારણે તમે જે પ્રવૃતિઓથી દૂર રહ્યા છો કે દૂર રહી શકો છો તેમાં મદદ મળશે. આ સજ્જતાથી તમને તમારૂં રૂટિન સ્થાપિત કરવામાં પણ મદદ મળશે. આ અંકુશિત રહેવાની લાગણી અનુભવવાના સૌથી ઉત્તમ માર્ગોમાંનો એક છે અને તમે સામાન્ય જીવન તરફ પરત જઈ શકો છો.

7. પોતાની જાતને રૂટિનમાં લાવો

રીલેક્ષરહો! ગતિ ઓછી કરો. આવા સમયે બેચેની થાય એ સમજી શકાય તેમ છે અને ખાસ કરીને ત્યારે કે જ્યારે કોવિડ-19 જેવી બીમારીમાંથી બહાર આવ્યા પછી પોતાના શરીર અને દિમાગને પુનઃ યોગ્ય ક્રમમાં લાવી શકતા નથી. ધીમે ધીમે પોતાની જૂની પ્રવૃતિઓમાં પાછા વળો. જો નિયમિત પ્રવૃતિઓ કરવી ઘણી કઠિન લાગે છે તો તેમાં સ્વસ્થ થવા સમય આપો અથવા નિષ્ણાત સાથે વાત કરો.

8. વિભાજીત કરો

અટપટી પ્રવૃતિના તમામ સ્ટેપ પરએકસાથે ધ્યાન આપવું કે તે યાદ રાખવા એ ઘણીવાર મુશ્કેલ લાગે તો તેને વિભાજીત કરી, એ કદમોને વિભાજીત કરી નાખો અને એક પછી એક કદમ પર આગળ વધો. અહીં ઉપર દર્શાવેલ સજ્જતાની પદ્ધતિ તમને મદદરૂપ થઈ શકે છે.

9. અન્યોને મદદ કરવા દો

આખરે, સ્વીકારો કે તમારા પ્રિયજનો કે તમે જેમની સાથે જીવન વિતાવો છો તેમની પાસેથી મદદ લેવી તમને નુકસાનકારક નથી, તેનાથી ઉલટું, તમારે કોઈનો સાથ હશે તો તેનાથી માનસિકમુશ્કેલીઓ ઓછી અકળાવનારી રહેશે. તમારા પ્રિયજનો, પરિવાર કે મિત્રોને તમારી મદદ કરવા દો. વાસ્તવમાં, તમે ધ્યાન કેન્દ્રિત કરવા કે મેમરી ગેમ્સમાં તેમને સામેલ થવા કહી શકો છો. આનાથી માત્ર તમને જ તમારી સમસ્યાથી છૂટકારો નહીં મળે પણ તમારી આસપાસના લોકોને પણ તણાવ ઓછો કરવામાં મદદ મળશે.

આ તમામ સ્ટેપ્સ તમને સ્વસ્થ થવામાં અને તમારા માનસિક સ્વાસ્થ્યમાં વધુ સુધાર લાવવા તેમજ તમારી આસપાસના સમાજમાં અનુકૂલન ફરીથી સાધવામાં મદદ કરશે. યાદ રાખો, જો કોઈપણ સમયે, તમને માનસિક મુશ્કેલીઓ વધુ સમસ્યાજનક લાગે કે ગંભીર લાગે તો ડોક્ટર અથવા ન્યુરોલોજિસ્ટની કોઈ વિલંબ વિના મદદ લો.

Call Us Now08069991037 Book ProHealth Book Appointment

Request A Call Back

Close