Follow Us on Social Media:

APOLLO LIFELINE  International: +91-840 180 1066

World Spine Day 2021 – Apollo Hospitals Ahmedabad

16 ઓક્ટોબર નો દિવસ “વર્લ્ડ સ્પાઈન ડે” તરીકે ઉજવાય છે.

સામાન્ય રીતે સ્પાઇન સર્જરી વિશે ઘણી શંકા અને ખોટી વાતો હોય છે, મુખ્યત્વે કારણ કે તે ચેતાઓ સાથે કામ કરે છે. સ્પાઇન સર્જરી ને લગતી ઘણી ગેરસમજ અને માન્યતાઓ છે જે ઘણીવાર દર્દીના મનમાં શંકા પેદા કરે છે. આમાંની મોટા ભાગની માન્યતાઓમાં વૈજ્ઞાનિક આધાર નથી, અને આધુનિક તકનીકો સાથે સ્પાઇન સર્જરીમાં તકલીફોની સંભાવના ખુબજ દુર્લભ છે.

“વર્લ્ડ સ્પાઈન ડે” દિવસ નિમિત્તે અપોલો હોસ્પિટલના સ્પાઈન સર્જન ડો સૌમિલ માંડલિયા દ્વારા સ્પાઈન સર્જરી (મણકાનું ઓપરેશન) વીશે 7 સૌથી સાધારણ પરંતુ અયોગ્ય માન્યતાઓ માટે આપવામાં આવેલી જાણકારી અહીં પ્રસ્તુત છે:

1. સ્પાઇન સર્જરી હંમેશાં પેરાલિસિસ (લકવો) તરફ દોરી જાય છે.

મણકાના ઓપેરશન માટે ની આ એક સામાન્ય માન્યતા છે, પરંતુ તે સાચું નથી. આધુનિક તકનીકો જેવી કે (માઇક્રોસ્કોપ અને નેવીગેશન) સાથે પેરાલિસિસ ની શક્યતા ૧ ટકાથી પણ ઓછી છે. કેટલાક જોખમો હજી પણ છે પરંતુ દરેક પસાર થતા દિવસ સાથે તથા સર્જરીની તકનીકોમાં પ્રગતિની સાથે સાથે સ્પાઇન સર્જરી વધુ ને વધુ સુરક્ષિત થઈ રહી છે. અમારા કેન્દ્રમાં અમે દર વર્ષે આશરે ૩૦૦ થી વધારે સર્જરી કરીએ છીએ પરંતુ સર્જરી પછી સંપૂર્ણ લકવાની શક્યતા લગભગ નહિવત છે.

2. સ્પાઇન સર્જરી ફક્ત છેલ્લા વિકલ્પ તરીકે થવી જોઈએ.

મણકાને લગતી બીમારીમાં કોઈ ચોક્કસ સમય તથા સંજોગોમાં ઓપેરશનની સલાહ આપવામાં આવે છે. જેમકે, જયારે સર્જરી ના કરવાથી નજીકના ભવિષ્યમાં પેરાલીસીસ (લકવો અથવા હાથ-પગમાં નબળાઈ) થવાની સંભાવના હોય ત્યારે તેના પ્રથમ ઉપચાર તરીકે ઓપેરશનની સલાહ આપવામાં આવે છે. જો દર્દીને ફક્ત ગરદન અથવા કમર નો દુખાવો હોય તથા ચેતાઓને નુકસાનના ચિન્હો ના હોય ત્યારે ઓપરેશન માટે રાહ જોવી હિતાવહ છે. આવા કિસ્સાઓમાં અમે હંમેશા ફીઝિઓથેરાપી, કસરત અને દવાઓના રૂપમાં બિન-સર્જીકલ વીકલ્પોની ભલામણ કરીએ છીએ. રૂઢિચુસ્ત સારવારના આશરે ૨ મહિના પછી પણ જો દર્દીની પરિસ્થિતિમાં સુધારો ના થાય, તો જ ઓપેરશનની સલાહ આપવામાં આવે છે. સર્જરીનો મુખ્ય હેતુ દર્દીની પીડા ઘટાડવી, રોજિંદી ક્રિયાઓમાં પાછા લાવવા તથા કરોડરજ્જુની સમસ્યાઓની સુધારણા છે. મહત્વની વસ્તુ એ છે કે દર્દીની સમસ્યાનું ચોક્કસ નિદાન થવું. યોગ્ય નિદાન સર્જરીની સફળતાનો દર વધારે છે.

3. ભવિષ્યમાં બીજી સર્જરીની જરૂર પડી શકે તેની સંભાવના ઘણી વધારે છે.

આ વાક્ય સંપૂર્ણપણે ખોટું નથી, પરંતુ ૯૦ ટકાથી વધુ કીસ્સાઓમાં યોગ્ય સમયે તથા યોગ્ય રીતે કરવામાં આવતી એક જ સ્પાઇન સર્જરી યોગ્ય છે. મોટા ભાગના દદીઓમાં બીજી સર્જરીની શક્યતા નહિવત છે. દર્દી તરફથી સર્જરી સફળ બનાવવા માટે ચોક્કસ સૂચનાઓ નું પાલન કરવું ખુબજ મહત્વપૂર્ણ છે. જેમકે, ધુમ્રપાન છોડી દેવું, શરીરનું વજન ઘટાડવું અને સર્જરી પછીની નિયમિત કસરત જેવી સૂચનાઓ શામેલ છે. જો આ સૂચનાઓનું પાલન ના કરવામાં આવે તો કેટલાક સંજોગો માં બીજી સર્જરીની જરૂર પડી શકે છે.

4. સ્પાઇન સર્જરી પછી લાંબા સમય સુધી પથારીવશ રેહવું જરૂરી છે.

સામાન્ય રીતે અમારા કેન્દ્રમાં અમે દર્દીને આરામની સલાહ આપતા નથી અને મોટાભાગના દર્દીઓને બીજાજ દિવસે ચાલવાનું શરુ કરી દેવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન દર્દીને ફિઝિયોથેરાપિસ્ટ તથા પેઇન સ્પેશિયાલિસ્ટ ની ટીમ દ્વારા સહાયતા કરવામાં આવે છે. નવી તકનીકો જેમ કે ‘કી હોલ સર્જરી’ અને મિનિમલી ઈન્વેસિવ સર્જરી જ્યાં સમગ્ર સર્જરી નાના ચીરા દ્વારા કરવામાં આવે છે તેમાં દર્દી સર્જરી પછી તરતજ ચાલી શકે છે તથા કેટલાક કિસ્સાઓમાં સર્જરીના દિવસેજ દર્દીને ઘરે મોકલી શકાય છે). આવું થવું શક્ય છે કારણકે ઓપેરશન નો કાપ નાનો છે અને સર્જરી દરધમયાન ઓછા / નહિવત સ્નાયુઓ કાપવામાં આવે છે. અમે મોટા ભાગે દર્દીને આરામ કરવાની સલાહ આપતા નથી, તેનાથી વિપરીત અમે અમારા વહેલા હલન ચલણ કરવાનું પસંદ કરીએ છીએ.

5. સ્પાઇન સર્જરી ખુબ પીડાદાયક છે.

આ એક પૌરાણિક કથાને માફક છે જે જુના યુગમાં ખુબ જ સાચી હતી, કારણકે તે સમયે ઓપન સ્પાઇન સર્જરી કરવામાં આવતી હતી, સર્જરી ઘણા લાંબા સમય ચાલતી તથા ઘણા બધા સ્નાયુઓ કાપવાની જરૂર પડતી હતી. અગાઉ ની સમય સરખામણીમાં આજ ના યુગ માં સ્પાઇન સર્જરી પ્રમાણમાં ઘણી ઓછી પીડાદાયક છે. અમારા સેન્ટર પર એંડોસ્કોપિક ડિસેક્ટોમી જેવી તકનીકો ની સાથે અમે 2 કલાક કરતા ઓછા સમયમાં ૧ cm થી પણ નાના કાપ થી સર્જરી કરીએ છીએ. આપણે પીડારહિત સર્જરી તરફ આગળ વધી રહ્યા છીએ. એન્ડોસ્કોપીક સર્જરી માટે દર્દીને સંપૂર્ણ બેભાન કરવાની પણ જરૂર પડતી નથી. દર્દી સર્જરી દરમિયાન જાગૃત હોય છે અને ડોક્ટર સાથે વાત પણ કરે છે. મિનિમલી ઈન્વેસિવ તકનીક સાથે સ્પાઇન ફિકસેશન જેવી મોટી સર્જરી માં પણ ઓપરેશન પછી ખુબજ ઓછો દુખાવો થાય છે તથા દર્દીને હોસ્પિટલ માં ફક્ત ૨ જ દિવસના રોકાણની જરૂર પડે છે.
કી હોલ સર્જરીમાં ખુબ નાના કાપ ને લીધે નહિવત રક્તસ્ત્રાવ થાય છે અને ઘા નું નિશાન પણ ખુબજ નાનું રહેછે. પીડા પણ એકંદરે ઘણી ઓછી થાય છે અને દુખાવા માટે ની દવાઓની જરૂર ખુબ ઓછી થઈ જાય છે.

6. સ્પાઇન સર્જરીમાં જોખમ/ આડઅસરો /જટિલતાના દર ખુબ ઊંચા છે.

સ્પાઇન સર્જરીમાં જટિલતાનો દર એકંદરે 3 ટકાથી ઓછો છે. અમારા કેન્દ્રમાં અમે ‘ન્યુરો મોનીટરીંગ સિસ્ટમ’ નો ઉપયોગ કરીએ છીએ જે સર્જરી દરમિયાન દરેક ચેતાઓ ની દેખરેખ રાખે છે અને કોઈપણ ભૂલ માટે કોઈ શક્યતા રહેતી નથી. આ તકનીકનો ઉપયોગ કરીને આપણે ચેતા સંબંધિત જોખમો ને ટાળી શકીએ છીએ અને 100 ટકા સફળતા નો દર આપી શકીએ છીએ. સ્પાઇન સર્જરીની તકનીકો માં પ્રગતિ સાથે જોખમો ના દર ખુબ જ ઘટયા છે. અમારું માનવું છે કે જો તમારી પીડા એટલી ખરાબ છે કે જેનાથી દૈનિક જીવનની તમારી પ્રવધૃિઓ પર નકારાત્મક અસર થઇ રહી છે (ચાલવું, ઉભા રેહવું, બેસવામાં મુશ્કેલી થવી), તો જોખમ કે જટિલતાના ભયને કારણે સર્જરીથી દૂર ન થાઓ. સ્પાઇન સર્જરી સાથે સંકળાયેલ જોખમો કરતા સર્જરીની સફળતા તથા રોજિંદા જીવનમાં પાછા આવવાની સંભવનાઓ ઘણીજ વધારે છે. આ શક્યતાઓ દરેક દર્દીની વ્યક્તિગત પરીસ્તીથી પર આધારિત છે. એકંદરે, આજના સમયમાં સ્પાઇન સર્જરી સૌથી સફળ સર્જરીઓમાંથી એક છે.

7. સ્પાઇન સર્જરી પછી ઘણા બધા શારીરિક બંધનો રહે છે.

આ પરીસ્તીથી દરેક સર્જરી પછી સામાન્ય નથી. મોટાભાગના દદીઓ, મોટી સર્જરી પછી પણ બીજાજ દિવસે ઊભા રહેવાનું તથા ચાલવાનું શરુ કરી શકે છે. 10 માં દિવસથી હળવું વજન (૫ કિલો) ઉપાડવાની પરવાનગી આપવામાં આવે છે ડ્રાઇવિંગ ને ૨ અઠવાડિયા પછી પરવાનગી આપવામાં આવે છે. જમીન પર બેસવું અને જાતીય પ્રવધૃિને 3 અઠવાડિયા પછી મંજૂરી આપવામાં આવે છે અને ૧ મહિના પછી આગળ ઝૂકવા માટે પરવાનગી આપવામાં આવે છે. એંડોસ્કોપિક તકનીક દ્વારા કરવામાં આવેલ સર્જરી પછી કોઈ પ્રવૃત્તિમાં પ્રતિબંધ કે વિલંબ રહેતો નથી. કરોડરજ્જુના ફેક્ચર માં આરામ નો સમયગાળો લાંબો થઈ શકેછે. પરંતુ આ પ્રકારના દદીઓ નું પ્રમાણ સામાન્ય રીતે 5 ટકાથી ઓછું હોય છે.

સારાંશ: અમારા દર્દીઓ માટે અમારી સલાહ – ” ખોટી અફવાઓને ધ્યાનમાં રાખીને સ્પાઇન સર્જરીને બરતરફ કરશો નહીં. તેના કરતા નિષ્ણાત સ્પાઇન સર્જન સાથે આ શંકાઓનું પરામર્શ કરો અને ફાયદા – ગેરફાયદા ની સમજ કેળવો. ”

Author:
Dr. Saumil Mandaliya
Consultant Orthopedic Spine Surgeon
Apollo Hospitals International Ltd
Ph: +91 79 66701880 /+91 7698815003
Call Us Now08069991037 Book ProHealth Book Appointment

Request A Call Back

Close