Verified By July 2, 2020
2182Dr. Sanjay Shah
Head, Emergency Department
Sr. Consultant Trauma Surgeon
આપણે સહુ જાણીયે છીએ કે, ઉતરાયણ નો તહેવાર દર વર્ષે જાન્યુઆરી મહિનાની ચૌદમી તારીખે ઊજવાય છે. ભૌગોલિક મહત્વ પ્રમાણે આ દિવસે સૂર્ય મકર રાશીમાં પ્રવેશે છે તેથી તેને મકરસંક્રાતિ પણ કહેવાય છે.
આજના સમયમાં દરેક તહેવાર ની ઊજવણી દરમ્યાન “safety first ” નું મહત્વ સમજવું અનિવાર્ય છે. ” safety first ” એટલે કે તહેવારની ઊજવણી માં આપણે પોતાની તથા બીજા કોઈને શારીરિક ઇજા ન થાય તેનું દયાન રાખવાની જવાબદારી. આમ તો દરેક ને ખબર છે કે ક્યારેક ઉત્તરાયણની મજામાં આપણે પોતાનો ખ્યાલ નથી રાખી શકતા, ખાસ કરીને બાળકો, જયારે કપાયેલ પતંગ પકડવા જાય છે ત્યારે ક્યારેક ધાબા પરથી અથવા ઉંચાઈથી નીચે પડવું, પતંગની દોરી વધારે કાચવાળી હોય અથવા ચાઈનીઝ દોરીથી જયારે વાહન ચલાવનાર (ટુ વ્હીલર) ના ગળા અથવા મોં ના ભાગે ઊંડો ઘા પડવાથી ગળાની ધોરીનસ અથવા શ્વાસનળી કપાઈ જવાથી થતી ઇજા. આવી ગંભીર ઇજા ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. અંદાજીત ૧૮ થી ૨૦ મૃત્યુ દરવર્ષે ગુજરાત રાજ્યમાં આવી ઇજાથી થાય છે. તો આ વિષે આપણે વધારે સતર્ક રહેવું જોઈએ. આ ઇજા ઓછી થાય અથવા ગંભીર ન થાય તે માટે ટુ વ્હીલરની આગળ એક પ્રોટેક્ટીવ “U” Shaped Device લગાવવો, હેલ્મેટ પહેરવું, પ્રોટેક્ટીવ Cervical Collar અથવા મફલર પહેરી શકાય, જેથી ગળાના ભાગે થતી ગંભીર ઇજા અટકાવી શકાય છે. સાથે સાથે, ચાઈનીઝ દોરીનો ઉપયોગ આપણે સહુએ બંધ કરવો જોઈએ.
ઉત્તરાયણના દિવસોમાં, બીજી વધારે થતી ઇજાઓમાં કપાયેલ પતંગ પકડવા દરમ્યાન પોતાનું અથવા સાથે ચાલનારાનું દયાન ન હોવાથી, વાહન અકસ્માત તથા પડી જવાથી, ફ્રેક્ચર જેવી ઈજાઓ થવી, ઊંચાઈથી પડવાના બનાવ પણ સામાન્ય રીતે વધારે બને છે. આવી ઈજાઓ થતી રોકવા માટે આપણે કપાયેલ પતંગને પકડવામાં બહુ મહત્વ ન આપવું જોઈએ અને સાવચેતી રાખવી જોઇયે.
“Safety First ” એ ફક્ત માણસોની થતી ઇજા માટે જ નહિ પણ આ તહેવારના દિવસો દરમ્યાન ઘણા બધા પશુ – પક્ષીઓ પણ ઇજા ના થાય તેનું દયાન રાખવાની જવાબદારી પણ આપણી છે. અંદાજિત ૪૦૦૦ થી ૪૫૦૦ પશુ-પક્ષીઓને દર વર્ષે વિવિધ પ્રકારની ઈજાઓ થાય છે. તેથી આપણે પતંગની દોરી ઓછા કાચવાળી વાપરવી જોઈએ અને ચાઈનીઝ દોરી તો કદાપિ નહિ. ફસાયેલ પતંગની દોરી બહુ લાંબી ન રાખવી.
વધારે કાચવાળી દોરી વાપરવામાં, બહુ જ અસામાન્ય પણ ગંભીર એવી electrocution જેવી ઇજા પણ થાય છે. જેમાં પતંગ જયારે overhead high voltage electric wireline માં ફસાય છે ત્યારે એમાંથી કાઢવાના પ્રયાસ કરવામાં વીજકરંટ વાયરમાંથી દોરી મારફતે આપણામાં શરીર માં પ્રવેશ થવાથી ઇજા થાય છે. તો તેમાં પણ આપણે સાવચેતી રાખીને તરત જ દોરી કાપી નાખવી જોઈએ.
અંતમાં ફરીથી આપણે સહુએ સાવચેતી રાખીને ઉત્તરાયણની ઉજવણી કરવી જોઈએ જેથી કરીને શારીરિક ઇજાઓથી બચી શકાય.
Have a Happy & Safe Uttarayan..